ફટાફટઃગયા વર્ષે રદ કરાયેલી H-1Bની અરજીઓ ફરી કરવા અમેરિકાની મંજૂરી
અમેરિકાએ કેટલાક વિદેશી કર્મચારીઓને ફરીથી એચ-૧બી વિઝા અરજી રજૂ કરવા મંજૂરી આપી છે. યુએસ સિટિઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસના જણાવ્યા મુજબ જે વ્યાવસાયિકોની અરજીઓ ૧લી ઑક્ટોબર ૨૦૨૦ પછી રજૂ થવાના કારણે રદ કરાઈ હોય તેવા વિદેશી વ્યાવસાયિકોને જ ફરીથી અરજી કરવા મંજૂરી અપાઈ છે