UK News:ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ, 19 હજારથી વધુ માઈગ્રન્ટને કરાયા ડિપોર્ટ | Abp Asmita

UK News:ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ, 19 હજારથી વધુ માઈગ્રન્ટને કરાયા ડિપોર્ટ | Abp Asmita 

યુકે સરકારે ગેરકાયદે ઈમિગ્રેશન સામે દેશવ્યાપી કાર્યવાહી શરૂ કરી છે જેમાં ભારતીય રેસ્ટોરન્ટ, નેલ બાર, સુવિધા સ્ટોર્સ અને કાર વોશના વ્યવસાયોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે. આ પગલુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સખત ઈમિગ્રેશન નીતિ સમાન છે. ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવામાં આવતા દર્શાવતો એક વીડિયો જારી કર્યો હતો, જેમાં ખુલાસો કરાયો હતો કે ગયા વર્ષે જુલાઈથી આશ્રય શોધનારા અને ઈમિગ્રેશન ગુનેગારો સહિત લગભગ ૧૯ હજાર લોકોને કાઢી મુકવામાં આવ્યા હતા.                                                      

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola