US Presidential Elections: મતગણતરી વચ્ચે વોશિંગ્ટનમાં વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો
અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેનમાં કાંટાની ટક્કર ચાલી રહી છે. પહેલા ટ્રમ્પ આગળ ચાલતા હતા પરંતુ હવે બાઇડેને લીડ લઇ લીધી છે અને 270ના બહુમતના આંકડા નજીક પહોંચી ગયા છે. તાજા આંકડા પ્રમાણે ટ્રમ્પ 214 અને બાઇડેન 253 ઇલેક્ટોરલ વોટ જીતી ચૂક્યા છે. મતગણતરી વચ્ચે વોશિંગ્ટનમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.