કોરોના સંકટ વચ્ચે ભારતને મિત્રો દેશોની મદદ, અમેરિકાએ ઓક્સિજન સપોર્ટ, સિલિન્ડર, PPE કિટની કરી મદદ
દેશમાં કોરોના સંકટ વચ્ચે મિત્ર દેશોની સતત મદદ મળી રહી છે.. ત્યારે અમેરિકાએ ભારતને ઓક્સિજન સપોર્ટ, ઓક્સિજન સિલીંડર, ઓક્સિજન કૉંસંટ્રેટર્સ, પીપીઈ કીટ, રસી માટેનો કાચો માલ, રેપિડ ડાયગ્નોસિસિ કીટ સહિતની વસ્તુઓ ભારતને આપી છે.. વાયુસેનાનું વિમાન સી- 17 ગ્લોબમાસ્ટર આજે અમેરિકાથી જરૂરિ રાહતસામગ્રી સાથે લઈ દિલ્લી પહોંચ્યું.. અગાઉ UAE, રશિયા, બ્રિટન, સાઉદી અરેબિયા, કેનેડા સહિતના દેશો ભારતને ઓક્સિજન કૉંસંટ્રેટર્સ સહિતની જરૂરી રાહત સામગ્રી પૂરી પાડી ચૂક્યા છે... આવતા સપ્તાહે અમેરિકા વધુ રાહત સામગ્રી મોકલશે....