યુવતી સેલ્ફી લેતી હતી ને પાછળથી બકરીએ શિંગડુ મારીને ઉથલાવી દીધી
ઘણી વખત સેલ્ફી લેવાના પ્રેમમાં પણ કેટલાક લોકો પોતાના જીવને જોખમમાં મુકી દેતા હોય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા બકરી સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે. બકરીને દોરડાથી થોડેક અંતરે બાંધવામાં આવી છે અને મહિલા તેને જોતા વિવિધ પ્રકારના પોઝ આપી સેલ્ફી લઇ રહી છે. દરમિયાન અચાનક બકરી પાછળથી મહિલા તરફ આવે છે અને તેને ખૂબ જ ઝડપથી શિંગડુ મારે છે. જોકે, આ વીડિયો જૂનો છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.