PM Modi responds to Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ પર પીએમ મોદીનો શું જવાબ?

ભારત- અમેરિકા વચ્ચે વણસેલા સંબંધો વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ટ્રમ્પે ભારત સાથે સંબંધો સુધારવાના સંકેત આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે મોડીરાત્રે સોશલ મીડિયા પર એક પોસ્ટ કરી. જેમાં ટ્રમ્પના તેવર નબળા પડતા જોવા મળ્યા. પોતાના ટેરિફ તરકટના કારણે પોતાના જ દેશમાં ચારે તરફથી ઘેરાયેલા ટ્રમ્પે સોશલ મીડિયામાં કરેલી પોસ્ટમાં કહ્યું કે હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા ઉત્સુક છું અને મને પૂરો વિશ્વાસ છે કે બંને દેશો ટેરિફને લઈ જલ્દી જ એક ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચશે. હવે જોઈએ ટ્રમ્પે સોશલ મીડિયા પર શું પોસ્ટ કરી. 


ડોનાલ્ડ ટ્રમ્પની બદલાયેલા તેવર બાદ આખરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશલ મીડિયામાં પોસ્ટ કરી. પ્રધાનમંત્રી મોદીએ કરેલી પોસ્ટમાં ટ્રમ્પ સાથે વાતચીત કરવા ઉત્સુકતા દર્શાવી. આટલું જ નહીં પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કર્યો કે ભારત અને અમેરિકા વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા અને બંને દેશો મહત્વના વેપારી ભાગીદાર છે.  ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે બંને સાથે મળીને કામ કરીશું. આટલું જ નહીં અંતમાં ટ્રેડ મુદ્દે સારા પરિણામનો આશાવાદ વ્યકત કર્યો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola