તાલિબાનના શાસનમાં આવી હોય છે જિંદગી, આ કારણે અપાય છે, આવી ક્રૂર સજા, જુઓ વીડિયો

Continues below advertisement

તાલિબાની સજા......આ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો હશે...પણ આ શબ્દ આવ્યો ક્યાંથી અને કઈ રીતે....તો એ પણ જાણો....તાલિબાની વિસ્તારોમાં શરિયતનું ઉલ્લંઘન કરવા પર ખુબ જ ક્રુર સજા આપવામાં આવે છે....એક સર્વે મુજબ 97 ટકા અફઘાની મહિલાઓ ડિપ્રેશનનો શિકાર છે....ઘરમાં ગર્લ્સ સ્કૂલ ચલાવવા વાળી મહિલાઓને પોતાના પતિ અને વિદ્યાર્થીઓની સામે ગોલી મારી દેવામાં આવે છે...પ્રેમી સાથે ભાગી જઇ લગ્ન કરનાર યુવતીઓને ભીડમાં પત્થર મારી મોતને ઘાટ ઉતારી દેવાય છે.....ભૂલથી જો બુરખામાંથી પગ દેખાય જાય તો મહિલાને ઢોરમાર મારવામાં આવે છે. ....પુરૂષ ડોક્ટર્સ મહિલા દર્દીનું ચેકઅપ ન કરી શકે એવા નિયમના કારણે સમયસર સારવાર ન મળતા કેટલીય મહિલાઓને જીવ ગુમાવવો પડે છે. ....કેટલીય મહિલાઓને ઘરમાં બંધક બનાવીને રાખવામાં આવે....જેના કારણે મહિલાઓ  આત્મહત્યા કરવા મજબૂર બને છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram