અફઘાનિસ્તાનમાં તાલિબાન રિટર્નથી મહિલાઓ કેમ છે ભયભિત, જુઓ આ વીડિયો
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદની એક એક તસવીર લોકોમાં તાલિબાનના ભયની કહાણી રજૂ કરે છે, 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન રિટર્નસ થતાં સૌથી સુરક્ષાને લઇને સૌથી વધુ ચિંતા મહિલા અને અલ્પસંખ્યક લોકોને સતાવી રહી છે. ઇસ્લામના કાયદાના હિમાયતી તાલિબાન રાજમાં મહિલાને કામ કરવાની આઝાદી પર પણ પ્રશ્નાર્થ છે, તાલિબાના અફઘાનિસ્તામાં કબ્જાના એક દિવસ બાદ જ તાલિબાને કંધારની એક બેન્કમાં 9 મહિલાએ એવું કહીને ઘરે મોકલી દીધી કે મહિલાઓને કામ કરવાની જરૂર નથી,મહિલાના સ્થાને ઘરના પુરૂષ નોકરી પર આવી શકે છે,. તાલિબાને કેટલાક પ્રાંતમાં બાળકીઓને સ્કૂલ જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે તાલિબાનના પ્રવકતા સુહૈલ સાહિલે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, તાલિબાન બાળકીઓની શિક્ષા અને તેના કામ કરવાનો વિરોધ નથી કરતું,. તાલિબાનના શાસનમાં મહિલાઓને કામ કરવાની અને અભ્યાસ કરવાની પૂરતી આઝાદી મળશે પરંતુ તાલિબાનની કથની અને કરણીમાં મોટો ફરક જોવા મળી રહ્યો છે. , જુલાઇમાં તાલિબાને જે પ્રાંત પર કબ્જો કર્યો ત્યાં ઇસ્લામી શરિયા કાયદો લાગૂ કરી દીધો. તાલિબાને ફરમાન જાહે કર