ટેનિસ ચેમ્પિયન યોકોવિચને પત્નિએ 'મેનર્સ' નહીં બતાવવા બદલ કેવો ઝાટક્યો ? જુઓ વિડીયો
નવી દિલ્લીઃ ભૂતપૂર્વ નંબર વન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચહાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં નોવાકની પત્ની જેલેના તેમને ધમકાવતી જોવા મળી રહી છે. જોકોવિચના પ્રશંસકો આ વીડિયો જોઇને આશ્વર્યમાં મુકાઇ ગયા છે અને સોશિયલ મીડિયા પર અનેક કોમેન્ટ્સ કરી રહ્યા છે.
એક રિપોર્ટ પ્રમાણે, સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ બીએનપી પેરિબાસ ઓપન માટેની તૈયારી કરી રહ્યો હોય છે. આ દરમિયાન તેની પત્ની જેલેના પોતાના મોબાઇલ પર નોવાક જોકોવિચની પ્રેક્ટિસનું ફેસબુક લાઇવ કરી રહી હોય છે.
12 મિનિટના આ વીડિયોમાં જોઇ શકાય છે કે જોકોવિચ પ્રેક્ટિસ દરમિયાન પોતાના પ્રશંસકો સાથે વાતચીત પણ કરતો હોય છે. વીડિયોના અંતમાં જોકોવિચ જેલેના પાસેથી ફોન આંચકી લે છે અને ફોન લઇને પોતાના પ્રશંસકોનો આભાર માને છે પરંતુ આ દરમિયાન ફેસબુક લાઇવ કરી રહેલી પોતાની પત્નીને થેક્યુ કહેવાનું જોકોવિચ ભૂલી જાય છે. જેનાથી નારાજ જેલેના ગુસ્સે થઇ જાય છે.
જેલેના પોતાના પતિને કહે છે કે, તને શિષ્ટાચારની જાણ નથી. થેક્યુ, લવ, થેક્યું કહેવાની યોગ્ય રીત તે શીખી નથી. બાદમાં ફોન તરફ જોઇ જેલેનાને લાગે છે કે ફેસબુક પર હજુ પણ તેઓ લાઇવ છે અને તરત જ જેલેના કેમેરો બંધ કરી દે છે. જોકોવિચે હજુ સુધી આ વીડિયોને ફેસબુક પરથી હટાવ્યો નથી ત્યારબાદ આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો છે.