સુરતઃ ઉધનાની ફેક્ટરીમાં બોઇલર ફાટતાં એકનું મોત, જુઓ વીડિયો
સુરતઃ ઉધના રોડ નં-6 પર આવેલી ફેક્ટરીનું પાવડર કોટિંગનું બોઇલર ફાટતાં એક વ્યક્તિનું મોત થયું છે. રિપેરિંગ સમયે બ્લાસ્ટ થતા ઉપરના પતરાનું શેડ અને દીવાલ નીચે પડતા એક મજુરનું ફસાઇ જતા મોત થયું છે. જ્યારે ઘાયલોને સારવાર માટે ખસેડાયા છે. ઉધના પોલીસે ફાયરના પહેલા સ્પોટ પર પહોંચીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા. ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને બોડી બહાર કાઢી હતી.