POKમાં ઘૂસીને ભારતીય સેનાનાં સર્જિકલ ઓપરેશનથી અકળાયું પાક, નવાઝ શરીફે કહ્યું- આ અમારા પર હુમલો
ઇસ્લામાબાદઃ ઇન્ડિયન આર્મી દ્વારા એલઓસી પર સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસાતન અકળાઈ ગયું છે. ભારતના સર્જિકલ સ્ટ્રાઈકને પોતાના પર હુમલો ગણાવ્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ તરફથી નિવેદન આવ્યું છે કે, ઇન્ડિયન આર્મીની કાર્યવાહી અમારા પર હુમલો છે. અમે શાંતિ ઈચ્છીએ છીએ માટે અને નબળા ન સમજો.