Viral Video: ટ્રેનમાં સગીરા પર રેપનો પ્રયાસ, લોકોએ આરોપીને બેલ્ટથી ફટકાર્યો
ભોપાલઃ મધ્યપ્રદેશના ઇટારસીમાં એક સગીર યુવતી સાથે ચાલુ ટ્રેનમાં બળાત્કાર કરવાના આરોપસર એક યુવકને માર મારવામાં આવ્યો હતો. હાલમાં આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. એક રિપોર્ટ પ્રમાણે, હોલિડે એક્સપ્રેસના જનરલ કોચમાં પોતાના મૂકબધિર ભાઇ સાથે સફર કરી રહેલી એક સગીર યુવતી પર ચાલુ ટ્રેનમાં એક વેન્ડરે રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો.
વેન્ડરે સગીરાને ટોઇલેટમાં બંધ કરીને રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બૂમો પાડતા અન્ય મુસાફરોએ ટોઇલેટનો દરવાજો ખોલીને વેન્ડરની ધોલાઇ કરી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક યુવકો બેલ્ટથી વેન્ડરની ધોલાઇ કરી રહ્યા છે. બાદમાં વેન્ડરને રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.