રાજકોટ: ગોંડલ-ઉમવાળા રોડ પર આવેલા મગફળીના ગોડાઉનમાં લાગી આગ
Continues below advertisement
રાજકોટ: ગોંડલના ઉમવાળા રોડ પર એક જીનિંગ મીલમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે. રઘુવીર જીનિંગમાં રામ રાજ્ય મગફળી ગોડાઉનમાં આ આગ લાગી છે. માહિતી અનુસાર ગોડાઉનમાં સહકારી મંડળીઓ મારફતે ગુજકોટે ટેકાના ભાવે મગફળી ખરીદી હતી. તેનો જથ્થો રાખવામાં આવ્યો હતો. અને તેમાં જ આ આગ લાગી છે. રાજકોટ જિલ્લાભરમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જથ્થો આ ગોડાઉનમા રાખવામાં આવ્યો હતો.
આગની ઘટનામાં અંદાજે બે લાખ ગુણી મગફળીનો જથ્થો હતો. આગને કારણે અંદાજે ત્રણ કરોડથી વધારે રૂપિયાનું નુકસાન થયું છે. હાલમાં ગુજકોટના અધિકારીઓ અને ગોંડલના સહકારી આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે. સતત બે કલાકથી આગ યથાવત છે. ફાયર બ્રિગેડના મતે મોડી રાતે આગ પર કાબૂ આવે તેવી શક્યતા છે.
Continues below advertisement