દ્વારકાઃ નાના બાળકોને ઉપાડી જવાની અફવાને પગલે બે શખ્સોને લોકોએ માર્યો માર, જુઓ વીડિયો
દ્વારકાઃ છેલ્લા ચાર દિવસથી બાળકોને કોઈ ગેંગ ઉપાડી જતી હોવાની ઓડિયો ક્લિપ ફરતી થઈ છે. જેને કારણે આજે ઓખા ખાતે છોકરા ઉપાડી જતી ગેંગની શંકામા લોકોએ બે શંકાસ્પદ શખ્સોને જાહેરમા માર માર્યો હતો. કાયદો હાથમાં લઈ લોકોએ જાહેરમાં બેરહેમીપુર્વક માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.