ગુજરાતમાં 'પદ્માવત' પર પ્રતિબંધ ને મોદી નેત્યાનાહૂના સ્વાગતમાં 'ઘુમર' ગીત પર ડાન્સ, જુઓ Video

અમદાવાદઃ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને તેના પત્ની સારા બુધવારે અમદાવાદના આવ્યા હતા. આ દરમિયાન બન્નેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે રોડ શો પણ કર્યો. રોડ શોની સાથે જ ઇઝરાયલના મહેમાન સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં તેમણે મહાત્મા ગાંધી સાથે જોડાયેલ વસ્તુઓ જોઈ અને ચરખો ચલાવ્યો. અમદાવાદ આવેલ ઇઝરાયલના પીએમના સ્વાગતમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કંઈક એવું થયું જેણે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ. થયું એવું કે ભાજપ શાસિત રાજ્યોમાં ફિલ્મ પદ્માવતને લઈનેભારે વિરોધ થઈ રહ્યો છે જ્યારે ઇઝરાયલના મેહમાનના સ્વાગતમાં અમદાવાદમાં આ ફિલ્મના ઘૂમર ગીત પર કલાકારોએ ડાન્સ રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશની એક સ્કૂલમાં ઘૂમર ગીત પર ડાન્સ કરવા મામલે ભાગે હંગામો થયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola