મોદીનો ફોન આવતા આ રાજ્યના મુખ્યમંત્રીએ અધવચ્ચે છોડ્યું ભાષણ, લોકો રાહ જોતા રહ્યા
ભોપાલઃ ભાજપ સરકારમાં મુખ્યમંત્રીઓની હાલત ચિઠ્ઠીના ચાકરથી વધારે નથી તે સાબિત કરતો એક કિસ્સો હમણમાં મધ્યપ્રદેશમાં બની ગયો. આ ઘટનામાં રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એક સભાને સંબોધતા હતા ત્યારે લંડનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન મોબાઈલ પર આવતાં ચૌહાણ દોડતા થઈ ગયા હતા.
ચૌહાણે સભાને બાજુ પર મૂકીને મોદીનો ફોન લેવો પડ્યો હતો. આ ઓછું હોય તેમ તરત જ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહનો અને પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો પણ ફોન આવ્યો હતો. આ દરમિયાન લોકો રાહ જોતા બેસી રહ્યા ને શિવરાજસિંહ જીહજૂરી કરીને હા, હા કરતા રહ્યા.