મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેટ્યુ ઓફ યુનિટિના નિર્માણ કાર્યની કરી સમીક્ષા, જુઓ વીડિયો
અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટિના નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ કાર્યને 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપવામા આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી.
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાના નિર્માણકાર્યમાં કોઈ પણ પ્રકારની કમી ન રહી જાય તે માટે સરકાર રાત દિવસ એક કરી રહી છે. સરદાર પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરના દિવસે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પ્રતિમાનું લોકાપર્ણ કરે તેવી સંભાવના છે. કેવડિયા કોલોનીની સાધુ ટેકરી પર 182 મિટરની ઉંચાઈની આ પ્રતિમા પાછળ 2989 કરોડનો ખર્ચ થયો છે. અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણથી વિસ્તારમાં પર્યટન વ્યવસાયને પણ મોટો ફાયદો થશે.સાથે જ ગુજરાતનું નામ વિશ્વમાં વધુ ઉંચું થશે.