હિંસા કરતા બાબા રામ રહીમના સમર્થકોને પોલીસે દોડાવી દોડાવી ફટકાર્યા, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને બે સાધ્વીઓ પર બળાત્કાર ગુજારવાના ગુનામાં 20 વર્ષની જેલની સજા કરવામાં આવી ત્યારે તેના સમર્થકો ભડકી ઉઠ્યા હતા અને હિંસા કરવા લાગ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં તોફાન કરી રહેલા બાબાના સમર્થકોએ પોલીસે દોડાવી દોડાવીને ફટકાર્યા હતા. આ વીડિયો પંજાબનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.