અમદાવાદઃ રીક્ષા ચાલકને પોલીસે માર મારતાં હોબાળો, 500થી વધુ રીક્ષા ચાલકો રોડ પર ઉતરી આવ્યા
અમદાવાદઃ અમદાવાદના સરખેજમાં પોલીસે રીક્ષા ચાલકને માર મારતા રીક્ષા ચાલકોએ ઉજાલા ચોકડી પર ચક્કાજામ કરી દીધો છે. પોલીસકર્મી માંફી ન માંગે ત્યા સુધી ચક્કાજામ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરખેજ શેર અલી બાવાની દરગાહ પાસે પોલીસે રીક્ષા ચાલકને માર માર્યો હતો. જે રીક્ષા ચાલકને માર્યો તેને રોઝા હોવાનું જણાતા મામલો વધુ બિચક્યો છે. રીક્ષા ચાલકોએ ઉજાલા સર્કલ, સરખેજ, જુહાપુરા, ધોળકા રોડ પર ટ્રાફિક જામ કરી દીધો છે.