પોલીસની દાદાગીરી તો જુઓ, એક ઈલેક્ટેડ ધારાસભ્યની કારમાં ઘૂસી ચાવી તોડી નાખે છે.
અમદાવાદઃ પાટણમાં આત્મવિલોપન કરનારા દલિતના મોત બાદ દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ ગાંધીનગર અને અમદાવાદ બંધનું એલાન આપ્યું હતું. અમદાવાદના સરસપુરમાં વિરોધ કરી રહેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પોલીસે અટકાયત કરી હતી. જીજ્ઞેશને બળજબરીપૂર્વક જીપમાં બેસાડ્યો હતો. આ દરમિયાન પોલીસે જીજ્ઞેશની કારની ચાવી પણ ખેંચી લીધી હતી. દરમિયાન જીજ્ઞેશ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી.