ટીમ ઈન્ડિયાની ઓરેન્જ જર્સીને લઈ શરૂ થઈ રાજનીતિ, જુઓ વીડિયો
આઈસીસીએ કહ્યું કે, બીસીસીઆઈએ રંગ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો અને તેમને જે સારો લાગ્યો તે પસંદ કર્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે ઈંગ્લેન્ડ પણ ભારતની જેમ બ્લૂ કલરની જર્સી પહેરે છે. ટીમ ઈન્ડિયાની નવી જર્સીની ડિઝાઇન જૂની ટી20 જર્સીમાંથી લેવામાં આવી છે, જેનો કલર ઓરેન્જ હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભારતીય ક્રિકેટ ટીમની જર્સીનું ભગવાકરણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તિરંગાનું અપમાન કરી રહ્યા છે.