પોરબંદરઃ નૌકાદળનું વિમાન પોલીસ સ્ટેશન પાસે પડતાં લાગી આગ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પોરબંદરઃ ઇન્ડિયન નેવીનું પાયલોટ વગરનું પ્લેન GIDC પોલીસ સ્ટેશન નજીક પડી ગયું. ભારતીય નૌસેનાનું UAV જમીન પર પડતાં આગ લાગી ગઈ હતી. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. U.A.V. અતિ આધુનિક એર પ્લેન છે, જે સતત સમુદ્રી સીમા પર બાઝ નજર રાખે છે. U.A.V રિમોર્ટ કંટ્રોલથી સતત ઉડાન ભરે છે તેમાં નાઈટ વિઝન કેમેરા હોય છે. ટેક્નિકલ ખામીના કારણે જમીન પર પડી જતા લોકો જોવા ઉમટી પડ્યા. સુરક્ષા એજન્સીઓ ખામીનું કારણ શોધવા કામે લાગી છે.