પ્રિન્સ હૅરી અને મેગનના લગ્નનો ફની વીડિયો જોઇ થઈ જશો ખુશ
પ્રિન્સ હેરી અને મેગન માર્કલના શાહી લગ્નની હાલ ભારે ચર્ચા થઈ રહી છે, ત્યારે બોલીવૂડના દિગ્ગજ કલાકાર ઋષિ કપૂરે પોતાના ટ્વિટર હેન્ડલ પર પ્રિન્સ હેરીના લગ્નનો એક ફની વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયો પ્રિન્સ હેરીના લગ્નનો જ છે, પરંતુ તેને ડબ કરાયો છે. બેકગ્રાઉન્ડમાંથી ઑરિજિનલ ઑડિયો દૂર કરી તેમાં રાજ કપૂરની ફિલ્મનો એક ડાયલૉગ નાંખી દેવાયો છે. હાલ આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.