પ્રિયા પ્રકાશે કહ્યું- ‘મેરે સૈયા જી સે આજ મૈને બ્રેકઅપ કર લિયા’, જુઓ વીડિયો
મુંબઇઃ ઇન્ટરનેટ સ્ટાર અને મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેણે સ્કૂલનો ડ્રેસ પહેર્યો છે. પ્રિયા પ્રકાશ પોતાની એક ફ્રેન્ડ સાથે બોલિવૂડ ફિલ્મ ‘યે દિલ હૈ મુશ્કેલ’નું ગીત ‘મેરે સૈયા જી સે આજ મૈને બ્રેકઅપ કર લિયા’ પર શાનદાર એક્સપ્રેશન્સ આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે પ્રિયા પ્રકાશ તેની મલયાલમ ફિલ્મ ઓરુ અદાર લવમાં પોતાના કો સ્ટારને આંખ મારતી હોય તેવા સીનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.