MP: મંદસૌરમાં સેક્સ રેકેટનો ખુલાસો, સાત યુવતીઓ ઝડપાઇ , જુઓ વીડિયો
ઇન્દોરઃ મધ્યપ્રદેશના મંદસૌરના પાનપુર વિસ્તારમાં એક સેક્સ રેકેટનો ખુલાસો થયો હતો. પોલીસે સેક્સ રેકેટમાં ફસાયેલી સાત યુવતીઓને બચાવી હતી. જેમાં ત્રણ સગીરાનો પણ સમાવેશ થાય છે. પોલીસના મતે જાણકારી મળી હતી કે વિસ્તારમાં કેટલાક મકાનોનો ઉપયોગ વૈશ્યાવૃતિ માટે કરવામાં આવતો હતો. પોલીસે દરોડો પાડ્યો ત્યારે સાત યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે જે સેક્સ રેકેટને ચલાવી રહ્યા હતા.