યુવકે કારનો દરવાજો ખોલ્યો ને અડફેટે ચડેલા બે યુવકો ટ્રક નીચે કચડાયા, હચમચાવી નાંખે તેવો વીડિયો
Continues below advertisement
સોશિયલ મીડિયા પર અકસ્માતનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કાર ચાલકની ભૂલને કારણે બાઇક ચાલકનો ભોગ લેવાયો છે. આ વીડિયો પંજાબના ફિરોઝપુર જિલ્લાના મોગા કોટકપુરાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાઇડમાં પાર્ક કરેલી કારનો ચાલક રોડ સાઇડનો દરવાજો ખોલે છે, ત્યારે જ પાછળથી આવતું બાઇક તેની સાથે અથડાઇને ફંગોળાય છે. દરમિયાન સામેથી આવતી ટ્રક નીચે આ બાઇક પર જઈ રહેલા બે યુવકો પટકાયા છે અને બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજે છે.
Continues below advertisement