મોદીને ભેટ્યા પછી પાછા આવીને રાહુલે કોની સામે મારી આંખ? જુઓ વીડિયો
નવી દિલ્લીઃ રાહુલ ગાંધીએ અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન પોતાના પ્રવચન પછી અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટીને સૌને સ્તબ્ધ કરી દીધા હતા. એ પછી રાહુલ પોતાની બેઠક પર પાછા ફર્યા ત્યારે તેમની પાસે બેઠેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમને અભિનંદન આપતાં રાહુલ તેમની સામે આંખ મારીને હસી પડ્યા હતા.