કાર પર હુમલા માટે રાહુલ ગાંધી જ જવાબદાર: બનાસકાંઠા એસપી
બનાસકાંઠા: કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર હુમલો થયો હતો. આ હુમલાને લઈને બનાસકાંઠા એસપી નીરજ બડગુજરે રાહુલ ગાંધીને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું, અમે રાહુલ ગાંધીને બુલેટ પ્રુફ કાર આપી હતી પરંતુ તેઓ બુલેટપૃફ કાર છોડીને પાર્ટીની કારમાં બેસી જતા હતા.
બડગુજરે જણાવ્યું કે પોલીસે તેમના તમામ મુલાકાતના સ્થળો પર યોગ્ય બંદોબસ્ત ગોઠવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે તેઓ વારંવાર કાફલાને રોકતા હતા. તેઓ અજાણ્યા વ્યક્તિઓને મળી રહ્યા હતા જેને કારણે સુરક્ષામાં મુશ્કેલીઓ પડી રહી હતી. અમે આ ઘટનાને લઈને FIR દાખલ કરી છે.