સુરતમાં રાહુલ ગાંધીએ 'જય સરદાર' અને 'જય ભવાની'ના લગાવ્યા નારા, જુઓ વીડિયો

સુરતના વરાછામાં રાહુલ ગાંધીએ સભા સંબોધન કર્યું હતું. વરાછામાં લોકોએ જય સરદાર જય પાટીદારના નારા લગાવી રાહુલ અને કૉંગ્રેસના નેતાઓનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. 

સુરતના વરાછામાં રાહુલ ગાંધીને સાંભળવા મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે ઉપસ્થિત રહ્યા ગતા. સભામાં સ્ટેજ પર આવતા રાહુલને થોડુ મોડુ થતા રાહુલે વરાછાની જનતાની માફી પણ માગી હતી. આ સાથે જ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. રાહુલે પાટીદારોના ગઢ વરાછામાં જય ભવાનીના પણ નારા લગાવ્યા હતા. જીએસટી ખોટી રીતે લાગુ કરવાનો પણ રાહુલે ભાજપ પર આરોપ લગાવ્યો હતો.  નોટબંધીને લઈ રાહુલ ગાંધીએ  પીએમ  મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું નોટબંધી હતી તે સમયે લાઈનમાં સુટ બુટવાળા કેમ ન જોવા મળ્યા.  રાહુલે જીએસટીના ટેક્સને ગબ્બરસિંહ ટેક્સ કહીને પણ ઉલ્લેખ કર્યો હતો.  દેશમાં જો કૉંગ્રેસની સરકાર આવશે તો જીએસટી બદલવાનો પણ દાવો કર્યો હતો.  પીએમની મન કી બાતને લઈ પણ રાહુલે કટાક્ષ કરી કહ્યું અમે મનની વાત સંભળાવીશું નહીં પણ અમે લોકોના મનની અને દિલની વાત સાંભળીશું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola