MP: ગુરુદ્ધારાની દાનપેટીમાં 500 રૂપિયાનું દાન આપવા જતા રાહુલ ગાંધીને જ્યોતિરાદિત્યએ કેમ રોક્યા?
નવી દિલ્હીઃ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તાજેતરમાં જ મધ્યપ્રદેશના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે ગ્વાલિયર કિલ્લામાં આવેલા દાતાબંદી છોડ ગુરુદ્ધારામાં માથું ટેકવ્યું હતું. ગુરુદ્ધારા કમિટિએ રાહુલ અને અન્ય નેતાઓનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન રાહુલ સાથે પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ કમલનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને દીપક બાબરિયા પણ હાજર રહ્યા હતા. ગુરુદ્ધારા પ્રબંધક કમિટિએ રાહુલને સરોપા ભેટમાં આપી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ દાન પેટીમાં નાખવા માટે 500 રૂપિયાની નોટ કાઢી હતી પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આચાર સંહિતાનો ઉલ્લેખ કર્યો. આ સાંભળતા રાહુલ ગાંધીએ નોટ પાછી ખિસ્સામાં નાખી દીધી હતી.