હિંમતનગર પાસે રાજસ્થાનથી આવી રહેલી બસ પુલ પરથી નીચે ખાબકી, 30 મુસાફરો ઘાયલ
Continues below advertisement
હિંમતનગરઃ આજે વહેલી સવારે રાજસ્થાનથી અમદાવાદ આવી રહેલી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. હિંમતનગરના સરવણા નજીક પુલ પરથી ખાનગી બસ નીચે ખાબકતા બસમાં બેઠેલા 30 મુસાફરોને ઇજા થઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોચી ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ગાંભોઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Continues below advertisement
Tags :
Bus Accident