રાજકોટઃ કુવામાં પથ્થર તોડવા માટેનો બોમ્બ મળતાં લોકો ભયભીત, બોમ્બ સ્ક્વોર્ડે કેવી રીતે કર્યો ડિસ્પોઝ? જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટઃ શહેરના ખોડિયારપરા વિસ્તારમાંથી શંકાસ્પદ બોક્સ મળી આવતાં લોકો ભયભીત થઈ ગયા છે. શંકાસ્પદ બોક્સમાં ટાઇમ બોમ્બ જેવી વસ્તુ હોવાની આશંકાને પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં હાલ બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ ઘટના સ્થળે પહોંચી ગયો હતા. એટલું જ નહીં, સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવાયો છે અને લોકોને બોક્સથી દૂર રાખવામાં આવ્યા હતા. તપાસ કરતાં બોક્સમાંથી કૂવામાં પથ્થર તોડવા માટેનો બોમ્બ(જિલેટીન સ્ટીક) મળી આવ્યો હતો. ટાઇમર સાથે આ જિલેટીન સ્ટીક ફૂટ કરવામાં આવી હતી. દોઢ કિલો વિસ્ફોટ આ સ્ટીકમાં હોવાનું જાણવા મળ્યું છે. બોમ્બ સ્ક્વોર્ડે આ બોમ્બને ડિસ્પોઝ કર્યો છે. જુઓ વીડિયો
Continues below advertisement