ખાનગી સ્કૂલની મોટી બેદરકારી, ચાલુ બસમાંથી એક વિદ્યાર્થીએ બીજાને લાત મારતા બહાર ફેકાયો
રાજકોટમા ખાનગી સ્કૂલનની મોટી બેદરકારી સામે આવી છે. શહેરની દીલ્હી પબ્લીક સ્કૂલનો વિડીયો વાઇરલ થયો છે. જેમાં એક વિઘાથીએ બીજા વિઘાથીને જોરદાર લાત મારતો હોય તેવો વિડીયો સોશિયલ મીડીયામાં પર વાયરલ થઈ રહ્યો છે. વિઘાથી ચાલુ બસમાંથી નીચે પડી જાય છે તે પણ દ્રશ્યોમા જોઇ શકાય છે. આ વિડીયો પરથી જોઇ શકાય છે કે ધીમે ધીમે બસ ચાલી રહી છે જો સ્પીડમા બસ ચાલી રહી હોત તો કદાચ બાળકોને જીવ ચાલ્યો જાત. જો કે સ્કૂલ સતાવાળાઓ આ બાબતે કાંઇ બોલવા માટે તૈયાર નથી ત્યારે વીડીયો જોરશોરથી વાઇરલ થતા રાજકોટ પોલીસ એકશનમા આવી છે અને સ્કૂલ અને જવાબદારો સામે પગલા ભરવાની પોલીસ દ્વારા વાત કરવામા આવી છે.