અમદાવાદઃ બે મહિનાથી ફરિયાદ ના લેવાતાં મોદીને ટ્વિટ કરનારી બળાત્કાર પીડિતાએ વર્ણવી પોતાની આપવિતી, જુઓ વીડિયો
અમદાવાદઃ રેપનો ભોગ બનેલી અમદાવાદની એક યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ વખત ટ્વિટ કરી મદદ માંગી હતી પરંતુ પીએમઓ તરફથી યુવતીને હજુ સુધી કોઇ મદદ મળી નથી. કુંવારો હોવાનું કહી યુવતીના પ્રેમીએ લગ્નની લાલચ આપી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીએ પ્રેમી સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
ખોખરામાં રહેતી મૂળ ઝારખંડની યુવતી રોશની (નામ બદલ્યુ છે) દોઢ વર્ષ પહેલા કૃષ્ણનગરના નિલેશ માલીના સંપર્કમાં આવી હતી. નિલેશને તે પોતાની ઓળખ સેલટેક્સ ઓફિસર તરીકે આપીને અપરણીત હોવાનું જણાવ્યું હતું. ડિવોર્સી રોશનીને લગ્નની લાલચ આપી નિલેશે તેની સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. નિલેશે રોશનીને 50 હજારની નોકરી અપાવવાનું તથા ચૂંટણી કાર્ડની લાલચ આપી હતી. રોશની નિલેશને લગ્ન માટે કહે ત્યારે તે મારઝૂડ કરી પોતે દાઉદનો રાઇટ હેન્ડ રહી ચુક્યો છે એવી ધમકી આપતો હતો.
ગત 8 મેએ રોશનીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ‘માનનીય વડાપ્રધાન બળાત્કારીઓને પકડવામાં પોલીસ કોઇ કાર્યવાહી નથી કરતી. જેના કારણે મને ધમકી મળી રહી છે.’ બીજી ટ્વીટ હતી ‘મને મદદ કરો. મહિલા તરીકે હું એકલી છું.’ ગીતાએ છેલ્લા એક અઠવાડિયાથી 3 ટ્વીટ કરી છે અને તેને 3 વાર રિટ્વીટ પણ કરી છે. તેમ છતાં પીએમઓ તરફથી કોઇ પ્રતિક્રિયા મળી નથી.