ભારત-પાકિસ્તાન મેચમાં જાડેજાનું પેન્ટ ઉતરી જતાં બધાં હસી પડ્યાં, જાડેજાએ પણ કઈ રીતે માણી મજા ?
બર્મિગહામઃ ચેમ્પિયન ટ્રોફીમાં ગ્રુપ બીની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને 124 રને કારમી હાર આપી હતી. મેચમાં ભારતીય ટીમની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ શાનદાર રહી હતી. મેચમાં એક બોલને રોકવા જતા જાડેજાનું પેન્ટ ઉતરી જતા સમગ્ર મેદાનમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. વાસ્તવમાં ભુવનેશ્વર કુમારની બોલિંગમાં પાકિસ્તાની ઓપનર અહેમદ શેહજાદે ઓફ સાઇડ શોર્ટ માર્યો હતો જેને રોકવાના પ્રયાસમાં રવિન્દ્ર જાડેજાનું પેન્ટ ઉતરી ગયું હતું