RJD નેતાએ મહિલા ડાન્સરને બે હાથે ઉઠાવી કર્યો ડાન્સ, વીડિયો વાયરલ
બિહારના ગયા જિલ્લાના રાષ્ટ્રીય જનતા દળના સભ્ય અને ફતેહપુર પ્રખંડના ઉપપ્રમુખ અરુણ દાદપુરીએ લગ્નમાં એક મહિલા ડાન્સર સાથે અશ્લીલ ડાન્સ કર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે અરુણ દાદપુરી મહિલા ડાન્સરને ઉઠાવીને ડાન્સ કરી રહ્યો છે અને બાદમાં તેના પર રૂપિયાનો વરસાદ કરે છે. વીડિયો 10 માર્ચ 2018નો છે. વીડિયો એસએફસી ગોડાઉન મેનેજર મનોહર સિંહની દીકરાના લગ્નનો છે.