ગુજરાતના ચીફ સેક્રેટરીની ઓફિસમાં રોબોટે કેવી રીતે ચા-નાસ્તો આપ્યો? જુઓ વીડિયો
ચીફ સેક્રેટરીની ઓફિસમાં પટાવાળાને બદલે બે રોબોટ ચા-પાણી અને નાસ્તો લઈને આવતા અહીં આવેલા સેક્રેટરીઓથી લઈને સામાન્ય મુલાકાતીઓમાં જોરદાર કુતૂહલ સર્જાયું. સીએમઓ બાદ ગુજરાતમાં સૌથી સલામત ઓફિસમાં માણસને બદલે મશીનથી કામ લેવાનું શરૂ થયાનું બહાર આવતાં મોડી સાંજ સુધીમાં સચિવાલયમાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.