નાસિકઃ ગીતા રબારીના ડાયરામાં લાખો રૂપિયાની નોટનો થયો વરસાદ, જુઓ વીડિયો
નાસિકઃ મહારાષ્ટ્રના નાસિકમાં ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારીના ડાયરામાં લાખો રૂપિયાની નોટનો વરસાદ થયો હતો. આ ડાયરો ગૌશાળા માટે ભંડોળ એકઠુ કરવા માટે આયોજીત કરવામાં આવ્યો હતો. નાસિકમાં પાટીદાર સમાજ માટે આયોજીત કાર્યક્રમમાં લોકોએ ગીતા રબારી પર લાખો રૂપિયાની નોટનો વરસાદ વરસાવ્યો હતો. ગીતા રબારીએ પણ ગુજરાતની લોકસંગીતની આ પરંપરાને મહારાષ્ટ્રમાં આગળ વધારી ગૌમાતા માટે પૂણ્યનું પણ કાર્ય કર્યુ હતું.