રસ્તા પર સેલ્ફી લઈ રહ્યા હતા યુવકો, કારમાં બેસેલા સચિને ‘ધમકાવ્યા’, જુઓ વીડિયો

Continues below advertisement
નવી દિલ્લી: સચિન તેંદુલકર માત્ર મહાન ક્રિકેટર જ નથી પરંતુ મેદાનની અંદર અને બહાર પણ પોતાનો વર્તાવના કારણે લોકો તેના ચાહકો છે. ફેંસની સાથે પણ તેના વ્યવહારની હંમેશાં ચર્ચા રહી છે. સચિને રવિવારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં એક બાઈક સવાર બે ફેંસને ધમકાવીને હેલમેટ પહેરવા માટે સલાહ આપી રહ્યો હતો.

સચિને જે વીડિયો શેપર કર્યો છે તેમાં તે કારમાં બેસેલો છે. અને તેના કારની બારીની પાસે બાઈક સવાર તેનો ફોટો લઈ રહ્યા છે. અને તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. તે વખતે સચિન તેમને સલાહ આપતા કહી રહ્યો છે કે ‘પ્રૉમિસ કરો, નેક્સ્ટ ટાઈમ હેલમેટ પહેરશો.’ બન્ને યુવકોએ હેલમેટ પહેર્યું નહોતું.

ફોટો ક્લિક થયા પછી સચિને કહ્યું- અચ્છા એક પ્રૉમિસ કરો, નેક્સ્ટ ટાઈમ હેલમેટ પહેરશો. આ તમારા માટે ખતરનાક છે, જિંદગી બહુ કિંમતી છે, ત્યારે પાછળથી આવી રહેલા એક બીજા બાઈક સવારને પણ સચિન ઈશારો કરીને કહે છે, ‘હેલમેટ પહેરો ભાઈ.’
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram