જામ વંથલીના વૃદ્ધને હરિ લઇ ગયા હોવાનો આ સંતે કર્યો દાવો, જુઓ શું કહ્યું?
જામ વંથલીના 77 વર્ષીય વૃદ્ધે આજે સાંજે પાંચ વાગ્યે પોતાના મૃત્યુની આગાહી કરી હતી. જેને લઈને આ વૃદ્ધ હાલ ભારે ચર્ચામાં આવી ગયા છે. તેમને જોવા માટે આસપાસના ગામોથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. 77 વર્ષીય હરિબાપા હાલ આંખો બંધ કરીને બેઠા છે. ત્યારે ત્યાં ઉપસ્થિત સંતે હરિબાપામાં હરિધામ ગયા હોવાનો દાવો કર્યો છે. જોકે, એબીપી અસ્મિતા આ દાવાની પુષ્ટી કરતું નથી.