સાનિયા મિર્ઝાએ સલમાનના આ હિટ સોંગ પર કર્યો ડાન્સ, VIDEO વાયરલ
Continues below advertisement
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અત્યારે ટેનિસ કોર્ટને બદલે ડાન્સ ફ્લોર પર જોવા મળી રહી છે. ના ના, એણે પોતાનું કરિયર ચેન્જ નથી કર્યું. વાત છે એણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલો એક વીડિયો. એ વીડિયોમાં સાનિયા સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ'ના હિટ સોંગ 'સ્વેગ સે કરેંગે સબ કા સ્વાગત' પર ઝુમ્બા ડાન્સ કરતી જોવા મળી રહી છે.
Continues below advertisement