અરે આ કેવી સ્કૂલ! ડાન્સ કરતાં બાળકો સંભળાવી રહ્યા છે બેના પહાડા, Video વાયરલ
નવી દિલ્હીઃ પહેલા સ્કૂલ જવામાં બાળકો રડતા હતા. હોમવર્ક ન કર્યું હોય તો સજા પણ મળતી. માર પણ પડતો હતો. ટીચરના હાથમાં મોટી સોટી રહેતી હતી. જેનાથી બાળકોમાં પણ ડર રહેતો હતો. જોકે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સમજાઈ જશે કે સ્કૂલની સ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. હસતા રમતા ભણતર થઈ રહ્યું છે. સ્કૂલ ટીચર્સને પણ સમજાઈ જશે કે હસતા રમતા પણ ભણાવી શકાય છે. ભારે ભરખમ બેગની જરૂરત નથી. આ વીડિયોમાં ડાન્સ કરતા બાળકો બેના પહાડા સંભળાવી રહ્યા છે.