બાયડના દેરોલી પાસે બાળકો ભરેલી સ્કૂલવાનમાં અચાનક લાગી આગ, મચી અફરા-તફરી, જુઓ વીડિયો
અરવલ્લીઃ બાયડના દેરોલી પાસે સ્કૂલવાનમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. શાળાથી બાળકોને લઈને ઘરે મૂકવા જતી સ્કૂલવાનમાં અચાનક આગ લાગી હતી. જોકે, સમયસૂચકતા વાપરી બાળકોને વાનમાંથી ઉતારી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, કાર ભળભળ સળગી ઉઠી હતી.