ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યે 10 લાખમાં સોપારી લીધી હોવાના આક્ષેપ કરતો વીડિયો વાયરલ
Continues below advertisement
અમદાવાદ: દરિયાપુરના કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પર ગંભીર આક્ષેપ કરતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સુરતમાં એમ્બ્રોઈડરીનો ધંધો કરતાં વેપારી મોઈન બોલી રહ્યાં છે કે, સુરતના બિલ્ડર જાવેદ લિયાકત કાઝીએ પૈસાની લેતી-દેતીમાં મારી હત્યા માટે દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને 10 લાખની સોપારી આપી હતી.જો કો પછી તે પોલીસ સામે ફરિ ગયો હતો.
કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે પ્રતિક્રીયા આપતા કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેથી રાજકીય હરીફાઈમાં મને બદનામ કરવા માટે ખોટો વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે. વીડિયો બનાવવીને વાઈરલ કરાવવામાં અમારા કોંગ્રેસ પક્ષના કેટલાક માણસોનો હાથ છે
Continues below advertisement