આફ્રિદીને નથી ખબર LBWનો અર્થ, લોકોએ કહ્યું- 20 વર્ષ કઇ રીતે રમ્યો ક્રિકેટ
Continues below advertisement
નવી દિલ્લી: સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન શાહિદ આફ્રિદીને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક શો માં જ્યારે શાહિદ આફ્રિદીને LBW વિશે પુછવામાં આવ્યું તો તેનો મતલબ ન સમજી શક્યો. ત્યાર બાદ લોકો તેને ટ્વીટર પર ટ્રોલ કરી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે શાહિદ આફ્રિદી એક શો માં સામેલ થયો હતો, જ્યાં તે પ્રશ્ન પુછવામાં આવ્યો આ દરમિયાન તેને ઈશારો પણ કરવામાં આવ્યો હતો પરંતુ આફ્રિદી તે સમજી શક્યો નહોતો. ત્યાર બાદ લોકોએ સોશ્યલ મીડિયા પર આફ્રિદીને ટ્રોલ કરી રહ્યા છે. લોકોએ કહ્યું જેને LBW નો મતબલ નથી ખબર તે 20 વર્ષ પાકિસ્તાન માટે કઈ રીતે ક્રિકેટ રમ્યો.
Continues below advertisement