શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાય તેવા સંકેત, જુઓ વીડિયો
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણીમાં પોતે સક્રિય થશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાતને અનુલક્ષીને શંકરસિંહ વાઘેલા શરદ પવારની પાર્ટી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જોડાશે તેવી પ્રબળ શક્યતા છે. અમદાવાદ શહેરમાં 29 જાન્યુઆરીના રોજ એનસીપીનું મહાસંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાઈ જશે તેમ એનસીપીનાં સૂત્રોએ જણાવ્યું છે.