ભીડમાંથી I love you નો આવ્યો અવાજ, ફ્લાઈંગ કિસ આપવા લાગ્યા CM શિવરાજ સિંહ ચૌહાણ? જુઓ વીડિયો

ભોપાલ: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક રસપ્રદ વીડિયો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિવરાજ સિંહ એક કાર્યક્રમ દરમિયાન ફ્લાઈંગ કિસ કરતા નજર આવી રહ્યા છે. 
જો કે, વીડિયો 17 ઓક્ટોબરનો છે. મધ્યપ્રદેશના અશોક નગર જિલ્લામાં એક કાર્યક્રમમાં જ્યારે શિવરાજસિંહ કાર્યકર્તાઓને મળી રહ્યા હતા ત્યારે ભીડમાંથી એક કાર્યકર્તાએ શિવરાજ સિંહને મામા કહી બૂમ પાડતા કહ્યું મામા આઈ લવ યૂ આ સાંભળતાજ શિવરાજે પણ તેને આઈ લવ યૂ ટૂ કહેતા ફ્લાઈગ કિસ આપી હતી. જેનો વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે શિવરાજ મધ્યપ્રદેશમાં મામાના નામથી પ્રખ્યાત છે. 
   

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola