રિંછની મજાક કરવી આ યુવકને પડી ભારે, પિંજરામાં ખેંચી કરી આવી હાલત, જુુઓ વીડિયો
નવી દિલ્હીઃ જંગલી પ્રાણીઓ સાથે છેડતી જીવલેણ બની શકે છે પછી ભલે તે કોઇ પ્રાણીસંગ્રહાલયના પિંજરામાં કેમ ના હો. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક રિંછ એક વ્યક્તિ પર હુમલો કરી દે છે અને તેને ઘસડીને પોતાના પિંજરામાં લઇ જાય છે.
આ વીડિયો થાઇલેન્ડનો હોવાનો દાવો કરાઇ રહ્યો છે. 36 વર્ષીય નેફમ પ્રોમરાટી નામનો વ્યક્તિ ફેચાબ્રુન પ્રાન્તમાં આવેલા એક મંદિરમાં પોતાના મિત્રો સાથે દર્શને ગયો હતો. તે ચોખાનો વાટકો દોરડાથી બાંધી રિંછને ખવડાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે અનેક વાત રિંછ સાથે મજાક કરી હતી. જેનાથી રિંછ ગુસ્સે ભરાયું હતું.
એક રિપોર્ટ પ્રમાણે, પાંજરાની દિવાલ પર બેઠેલા નેફમને રિંછે ખેંચી લીધો હતો અને તેના પર તૂટી પડ્યું હતું. ત્યાં હાજર લોકોએ રિંછને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રિંછ નેફમને ખેંચીને અંદર લઇ ગયું હતું. અંતમાં મંદિરના કેટલાક લોકોએ રિંછના પાંજરામાં ઘૂસીને નેફમને બચાવ્યો હતો.