ભારતમાં અહી પડી રહી છે માઇનસ 70 ડિગ્રી ઠંડી, હથોડીથી પણ નથી તૂટતા ઇંડા

નવી દિલ્હીઃ એક તરફ આખા દેશમા લોકો ભારે ગરમીના કારણે પરેશાન છે. તો બીજી તરફ ભારતનો એક હિસ્સો એવો છે જ્યાં હાલમાં પણ તાપમાન શૂન્યથી ઘણુ નીચુ છે. અહી ખાવા-પીવાની વસ્તુઓ ઠંડીના કારણે જામી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સૈન્યના જવાનોને ઇંડા તોડવા માટે હથોડીનો ઉપયોગ કરી રહ્યા છે છતાં ઇડા તૂટી રહ્યા નથી. આ વીડિયો સિયાચીનનો છે. વીડિયોમાં એક સૈનિક કહી રહ્યો છે કે અહી તાપમાન માઇનસ 70 ડિગ્રી છે. અહી જીવન નર્ક જેવું છે.

તે સિવાય વીડિયોમાં જોઇ શકાય છે કે સૈન્યના જવાનો એક જ્યૂસનો પેકેટને કાપી રહ્યા છે કારણ કે પેકેટમાં રહેલો જ્યૂસ બરફ બની ચૂક્યો છે. એટલું જ નહી અહીં ઠંડી એટલી છે કે સૈનિકો ઇંડાને તોડવા માટે હથોડીનો ઉપયોગ કરે છે તેમ છતાં ઇંડા તૂટી રહ્યા નથી. તે સિવાય ટામેટાને કાપવાના બદલે સૈનિકો તેને હથોડીથી તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપરાંત બટાટા કાપવા માટે સૈનિકો ચાકુના બદલે કુકરીનો ઉપયોગ કરી રહ્યા છે.

સૈનિકો જણાવી રહ્યા છે કે શાકભાજી કાપ્યા અગાઉ તેને ઉકાળવા પડે છે જો એમ ના કરીએ તો અમે તેને કાપી શકતા નથી. તે સિવાય શાકભાજી અથવા કોઇ ખાદ્ય પદાર્થને પણ ખાતા અગાઉ તેને ઉકાળવા જરૂરી છે. જવાન વીડિયોમાં ખૂબ મોટા જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે. આર્મીનો આ કેમ્પ 20 હજાર ફૂટ પર સ્થિત છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola