Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં પહેલવાન બજરંગ પૂનિયાએ જીત્યો બ્રોન્ઝ મેડલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 04:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોક્યો ઓલિમ્પિકનો આજે 15મો દિવસ છે. ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કઝાકિસ્તાનના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં આ સાથે ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 6 મેડલ આવ્યા છે. જેમાં બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 66માં ક્રમે છે. અમેરિકા 31 ગોલ્ડ, 36 સિલ્વર અને 31 બ્રોન્ઝ એમ 98 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. તો ચીન 36 ગોલ્ડ, 26 સિલ્વર અને 17 બ્રોન્ઝ મળી કુલ 79 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 24 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ એમ મળી કુલ 51 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.